banner banner
પદ્ધતિ

 

આરએસબીવાયમાં જટિલ અને એકબીજા આધારિત પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આ પ્રવૃત્તિઓને અહીં એક ફ્લો-ચાર્ટના સ્વરૂપે દર્શાવવામાં આવી છે. મુખ્ય પ્રવૃત્તિઓ નીચે મુજબ છેઃ

આરએસબીવાયનું ધિરાણ - આરએસબીવાય એ ભારતના ગરીબી રેખા નીચે જીવતા પરિવારો માટેની સરકાર દ્વારા ધિરાણ કરવામાં આવેલ યોજના છે. મોટાભાગનુ ધિરાણ, લગભગ 75 ટકા ભારત સરકાર દ્વારા આપવામાં આવે છે જ્યારે બાકીનુ ધિરાણ જે-તે રાજ્ય દ્વારા કરવામાં આવે છે. ઉત્તરપૂર્વીય રાજ્યો અને જમ્મુ અને કશ્મીર માટે ભારત સરકાર 90 ટકા ધિરાણ આપે છે અને તે રાજ્યોની સરકારે પ્રિમિયમના 10 ટકા આપવાના રહે છે. લાભાર્થીને રૂ. 30 રજિસ્ટ્રેશન ફી તરીકે ભરવાના રહે છે. આ રકમનો ઉપયોગ યોજના અંતર્ગત વહીવટી ખર્ચને પહોંચી વળવા માટે કરવામાં આવે છે.

વીમા કંપનીની પસંદગી - રાજ્ય સરકાર હરીફાઇયુક્ત જાહેર બિડિંગ પ્રક્રિયા દ્વારા જાહેર કે ખાનગી વીમા કંપની, જેની પાસે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરીટી (આઇઆરડીએ) દ્વારા આરોગ્ય વીમો આપવાનું લાઇસન્સ હોય કે સેન્ટ્રલ લેજિસ્લેશન દ્વારા એનેબલ્ડ હોય તેની નિમણૂંક કરે છે. આપવામાં આવેલ તકનીકી બિડમાં ભારત સરકારની જરૂરિયાત મુજબ દરેક માહિતી આપવામાં આવે તે ફરજિયાત છે. તકનીકી રીતે જે દરેક બિડ માન્ય થાય તે નાણાંકીય મૂલ્યાંકનના તબક્કે પહોંચે છે. પછી જે વીમા કંપનીએ લઘુત્તમ બિડ ભર્યુ હશે તેની જેતે રાજ્યના એક જિલ્લા કે એકથી વધુ જિલ્લા માટે આરોગ્ય વીમા સેવા આપવા પસંદગી કરવામાં આવશે. નાણાંકીય બિડ દરેક કુટુંબ દીઠ વાર્ષિક પ્રિમિયમ હોય છે. વીમા કંપનીએ ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ લાભને કેશ લેસ સગવડ સાથે આપવા સંમંત થવુ પડે અને તે માટે સ્માર્ટ કાર્ડનો વપરાશ કરવો પડે જેમાં કેટલીક વિશેષતાઓ છે જે દરેક કાર્ડ મેળવનાર સભ્યને આપવી પડે.

આરોગ્ય સેવા આપનારાઓની નિમણૂંક - પસંદ કરાયેલ વીમા કંપનીએ પ્રોજેક્ટ અંતર્ગત બંને જાહેર અને ખાનગી આરોગ્ય સેવા આપનારાઓની જિલ્લાઓની નજીકમાં નિમણૂંક કરવાની રહેશે.

હોસ્પિટલ્સની નિમણૂંક નક્કી કરેલ ધોરણો મુજબ કરવામાં આવે છે. વીમા કંપનીને જેવો કોન્ટ્રાક્ટ મળે તે સાથેજ હોસ્પિટલની નિમણૂંક શરૂ કરી દેવી જોઇએ અને તે લાભાર્થીઓની નોંધણીની સાથેસાથે પણ થઇ શકે છે. વીમા કંપનીએ જિલ્લામાં પુરતી હોસ્પિટલ્સની નિમણૂંક કરવી જોઇએ જેથી લાભાર્થીઓને આરોગ્ય સેવા માટે લાંબા અંતરની મુસાફરી ન કરવી પડે. જાહેર હોસ્પિટલ્સની નિમણૂંક માટે, વીમા કંપનીએ જેતે રાજ્યના આરોગ્ય વિભાગનો સંપર્ક કરી તેમની સાથે સંકલન કરવુ જોઇએ.

આ નિમાયેલ હોસ્પિટલ્સે સ્માર્ટકાર્ડ દ્વારા વ્યવહાર થઇ શકે તે માટે જરૂરી હાર્ડવેર અને સોફ્ટવેર ઇન્સ્ટોલ કરાવવા જોઇએ. તેમણે આરએસબીવાય માટે એક અલાયદા ડેસ્ક, તાલીમ પામેલ કર્મચારી સાથે ફાળવવુ જોઇએ. હોસ્પિટલની યાદીમાં બંને જાહેર અને ખાનગી હોસ્પિટલ્સ જે ભાગ લેવા તૈયાર હોય તેનું નામ હોવુ જોઇએ. વીમા કંપનીએ આરએસબીવાયમાં નિમાયેલ હોસ્પિટલ્સની યાદી લાભાર્થીઓને તેમની નોંધણી સમયે આપવી જ જોઇએ. જેમજેમ વધુને વધુ હોસ્પિટલ્સની નિમણૂંક થતી જાય તેમતેમ સમયાંત્તરે આ લિસ્ટ સુધારતા રહેવુ જોઇએ. જ્યારે નિમણૂંક થતી હોય ત્યારે રાષ્ટ્રીય રીતે યુનિક ઓળખ નંબર આપવામાં આવશે જેથી દરેક હોસ્પિટલને ટ્રેક કરી શકાય.

આરએસબીવાય યુનિયન આયોજન પંચ દ્વારા દરેક રાજ્ય માટે આપેલ જિલ્લાવાર ગરીબી રેખા નીચે જીવતા કુટુંબનોની મહત્તમ સંખ્યા સુધી નોંધણી કરાયેલ કુટુંબોને આરોગ્ય વીમો આપે છે. રાજ્ય સરકારે ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ માળખા મુજબ બીપીએલની માહિતી ઇલેક્ટ્રોનિક ફોર્મેટમાં તૈયાર કરીને આપવાની રહેશે. આ ફોર્મેટમાં કુટુંબના દરેક સભ્યોની માહિતી નામ, ઘરના વડા તરીકે પિતા કે પતિનું નામ, ઉંમર, લિંગ અને કુટુંબના વડા સાથેનો વ્યક્તિનો સંબંધનો સમાવેશ થાય છે. જેતે રાજ્ય સરકારે તેમની પાસેની બીપીએલ માહિતીને આ ફોર્મેટમાં જિલ્લાવાર તૈયાર કરવાની રહેશે અને ભારત સરકારને આ ડેટા મોકલવાનો રહેશે જેના દ્વારા સ્ટાન્ડર્ડ ફોર્મેટ સાથે આ ડેટાની સુસુંગતતાની ચકાસણી કરવામાં આવશે. જોકે, બીપીએલ યાદીની સચોટતા માટે માત્ર રાજ્ય સરકાર જ જવાબદાર રહેશે. યોજનાને જિલ્લા સ્તરે અમલી બનાવવા માટે નક્કી કરેલ ફોર્મેટ મુજબ બીપીએલ યાદી તૈયાર કરવી જરૂરી છે.

લાભાર્થીઓની નોંધણી - પહેલેથી નક્કી કરેલ માહિતી ફોર્મેટ મુજબ બીપીએલ કુટુંબોની ઇલેક્ટ્રિક યાદી વીમા કંપનીને આપવામાં આવશે. ગામ મુજબ નોંધણીની અનુસૂચિ, તારીખ સાથે વીમા કંપની દ્વારા જિલ્લા સ્તરના અધિકારીઓની મદદથી તૈયાર કરવામાં આવી છે. અનુસૂચિ મુજબ, દરેક ગામમાં નોંધણી સ્થળે અને અન્ય મહત્વના સ્થળોએ બીપીએલ યાદી લગાવવામાં આવે છે અને ગામમાં નોંધણીની તારીખ અને સ્થળની અગાઉથી જાહેરાત કરવામાં આવે છે. દરેક ગામમાં સ્થાનિક કેન્દ્રો પર મોબાઇલ નોંધણી કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે (ઉદા. જાહેર શાળાઓ). આ કેન્દ્રો વીમા કંપની દ્વારા નોંધણી કરવામાં આવતા કુટુંબના સભ્યોની બાયોમેટ્રિક માહિતી (ફિંગર પ્રિન્ટ્સ) અને ફોટોગ્રાફ લેવા તથા તેમને ફોટો સાથે સ્માર્ટકાર્ડ પ્રિન્ટ કરવા માટે સજ્જ હશે. લાભાર્થી જ્યારે રૂ. 30 ફી ભરે ત્યારેજ તેને સ્માર્ટ કાર્ડ, સાથે યોજનાની માહિતી અને હોસ્પિટલની યાદી ધરાવતી માહિતી પત્રિકા આપવી. આ પ્રક્રિયા સામાન્ય રીતે દસ મિનિટથી પણ ઓછો સમય લે છે. કાર્ડને પ્લાસ્ટિકના કવરમાં આપવામાં આવે છે.

સરકારી અધિકારી (ફિલ્ડ કી ઓફિસર - એફકેઓ)- ની હાજરી જરૂરી છે અને તેણે પોતાનુ કાર્ડ નાખીને, જે તેને સરકાર દ્વારા આપવામાં આવ્યુ હોય, નોંધણીની કાયદેસરતા ચકાસવી. (આ રીતે, જેતે રાજ્ય સરકારના અધિકારી દ્વારા દરેક નોંધણી પામનારનો ટ્રેક રાખી શકાશે). વધુમાં એફકેઓ ઉપરાંત, વીમા કંપની કે સ્માર્ટકાર્ડ એજન્સીના પ્રતિનિધિની હાજરી પણ ફરજિયાત છે. નોંધણીના દરેક દિવસના અંતે, જેને સ્માર્ટકાર્ડ આપવામાં આવ્યા હોય તે કુટુંબની યાદી રાજ્યની નોડલ એજન્સીને મોકલવુ. નોંધણી થયેલ કુટુંબની આ યાદી કેન્દ્રીય સ્તરે રાખવામાં આવે છે અને આ ભારત સરકાર દ્વારા રાજ્ય સરકારોને નાણાંની ટ્રાન્સફર કરવાનો પાયો છે.

સ્માર્ટકાર્ડની સવાહ્યતા (પોર્ટેબિલીટી) - સ્માર્ટકાર્ડ મળે અને પોલિસી શરૂ થાય ત્યારથીજ લાભાર્થી ભારતભરમાં આરએસબીવાયમાં નિમાયેલ કોઇપણ હોસ્પિટલની સેવા લઇ શકે છે.આરએસબીવાય અંતર્ગત નિમાયેલ કોઇપણ વીમા કંપની દ્વારા કોઇપણ હોસ્પિટલ લાભાર્થીની કેશ લેસ સારવાર કરશે.

લાભાર્થીઓ દ્વારા સેવાઓનો ઉપયોગ - જ્યારે સભ્ય હોસ્પિટલની મુલાકાત લે ત્યારે વ્યવહાર (ટ્રાન્સેક્શન) પ્રક્રિયા શરૂ થાય છે. હોસ્પિટલ પહોંચ્યા પછી, લાભાર્થી હોસ્પિટલના આરએસબીવાય હેલ્પ ડેસ્કની મુલાકાત લેશે જ્યાં તેના સ્માર્ટકાર્ડ પર સ્ટોર કરલે ફોટોગ્રાફ અને ફિંગર પ્રિન્ટ દ્વારા તેની ઓળખની ખાતરી કરવામાં આવશે.

જો નિદાન પછી હોસ્પિટલાઇઝેશનની જરૂર પડે તો, હેલ્પ ડેસ્ક પરના મદદનીશ એ ચકાસણી કરશે કે તે પ્રક્રિયા પહેલેથી નક્કી કરેલ પેકેજની યાદીમાં છે કે નહી. જો પ્રક્રિયા યાદીમાં હશે તો, તો મેનુમાંથી યોગ્ય નક્કી કરેલ પેકેજની પસંદગી કરવામાં આવશે. જો પ્રક્રિયા પેકેજની યાદીમાં નહી હોય તો, હેલ્પ ડેસ્ક મદદનીશ વીમા કંપની સાથે તે પ્રક્રિયાની કિંમત માટે ચકાસણી કરશે. લાભાર્થીને હોસ્પિટલમાંથી રજા આપતી વખતે, ફરીથી કાર્ડને સ્વાઇપ કરવામાં આવશે, ફિંગર પ્રિન્ટ વેરિફિકેશન અને કાર્ડમાં પ્રાપ્ય રકમમાંથી પ્રક્રિયા માટે પહેલેથી નક્કી કરેલ રકમ બાદ કરવામાં આવશે. લાભાર્થીને હોસ્પિટલમાંથી રજા લેતી સમયે હોસ્પિટલ રૂ. 100 વાહનવ્યવહાર ખર્ચ તરીકે આપશે. જોકે, કુલ વાહન વ્યવહાર સહાય વર્ષ દીઠ રૂ. 1000થી વધુ થઇ ન શકે અને તે રૂ. 30,000ના સમાવેશનો ભાગ છે. લાભાર્થીને વાહન વ્યવહાર મદદ મેળવવા માટે કોઇ પુરાવાની જરૂર પડશે નહી.

ક્લેમ સેટલમેન્ટ (પતાવટ) - દર્દીને સેવા આપ્યા પછી, હોસ્પિટલે વીમા કંપની / થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેટરને ઇલેક્ટ્રોનિક રિપોર્ટ મોકલવાનો રહેશે. વીમા કંપની / થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેટર રેકોર્ડની ચકાસણી કર્યા પછી હોસ્પિટલ અને વીમા કંપની દ્વારા નક્કી કરેલ સમયગાળામાં હોસ્પિટલને ચુકવણુ કરશે.

મૂલ્યાંકન અને દેખરેખ - દરેક સ્થળે દરેક હોસ્પિટલમાં દૈનિક રીતે જેટલા પણ ટ્રાન્સેક્શન થાય છે તેની માહિતી જિલ્લાના સર્વર પર મોકલવામાં આવે છે. વીમા કંપની અને સરકાર માટે પહેલેથી નક્કી કરેલ અલાયદા કોષ્ટક તૈયાર કરવામાં આવે છે. આનાથી વીમા કંપનીને ક્લેમ ટ્રેક કરવામાં, હોસ્પિટલને નાણાં ટ્રાન્સફર કરવામાં અને ઓન-સાઇટ ઓડિટ દ્વારા કોઇ શંકાસ્પદ ક્લેમ લાગે તો તેમાં તપાસ કરવામાં મદદ મળે છે.