banner banner
યોજનાની લાક્ષણિકતાઓ

 

આરએસબીવાય યોજના એ ભારત સરકાર દ્વારા ઓછી આવક ધરાવતા લોકોને આરોગ્ય વીમા સેવા આપવાનો પ્રથમ પ્રયત્ન નથી. પરંતુ અન્ય યોજનાઓ કરતા નીચેની લાક્ષણિકતાઓને કારણે આરએસબીવાય યોજના વિશેષ છેઃ

લાભાર્થીઓનુ સશક્તિકરણ – આરએસબીવાય ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોને જાહેર અને ખાનગી હોસ્પિટલ વચ્ચે પસંદગી કરવાનુ સ્વાતંત્ર્ય આપે છે. આ યોજના અંતર્ગત પંજીકરણ થયેલ હોસ્પિટલને સારવારનો ખર્ચ વીમા કંપની દ્વારા મળે છે, જેનાથી તેમની આવક વધે છે.

દરેક ભાગીદારો માટે બિઝનેસ મોડલ – આ યોજના સામાજિક ક્ષેત્રની એવી યોજના છે જેમા દરેક ભાગીદાર માટે આકર્ષણો છે - જેમાંથી એક બિઝનેસ મોડેલ તરીકે તૈયાર કરવામાં આવેલ છે. આ બિઝનેસ મોડેલ એવુ છે જે યોજનાના વ્યાપ વધારવા અને લાંબાગાળે તેના ટકાઉપણા માટે પણ અનુકૂળ છે.

વીમા કંપનીઓ – આરએસબીવાયમાં નોંધાયેલ દરેક કુટુંબ માટે વીમા કંપનીને પ્રિમિયમ ચૂકવવામાં આવે છે. આથી, વીમા કંપનીને ગરીબી રેખા નીચે જીવતા કુટુંબમાંથી વધુમાં વધુ કુટુંબોનો સમાવેશ કરવાનું પ્રોત્સાહન રહે. આના પરિણામે લક્ષિત લાભાર્થીઓનો વધુને વધુ સમાવેશ કરવામાં આવે છે.

હોસ્પિટલ્સ – આરએસબીવાય અંતર્ગત પંજીકરણ થયેલ હોસ્પિટલોને વીમા કંપની દ્વારા સારવારના બીલની રકમ ચૂકવવામાં આવે છે. આ સુવિધા ખાનગી અને સરકારી દરેક પ્રકારની હોસ્પિટલને મળે છે જેનાથી હોસ્પિટલોને યોજનામાં ભાગ લેવા તેમજ દર્દીની સારવાર માટે પ્રોત્સાહન મળે છે.

મધ્યસ્થીઓ – બીપીએલ કુટુંબોને મદદ કરવામાં જેમની મહત્વની ભૂમિકા છે તેવી સ્વૈચ્છિક સંસ્થાઓ (એનજીઓ) અને માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન્સ (એમએફઆઇ)નો મધ્યસ્થીઓ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. આ મધ્યસ્થીઓ દ્વારા વધુને વધુ લાભાર્થીઓ પાસે ગ્રામ્ય સ્તરે પહોંચી શકાય છે..

સરકાર – પ્રતિ વર્ષ, પ્રતિ કુટુંબ માત્ર લઘુત્તમ ચાર્જ ભરીને, સરકાર ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા પ્રાપ્ય બનાવી શકે છે. આના કારણે જાહેર અને ખાનગી સેવા આપનારાઓ વચ્ચે સ્વસ્થ હરીફાઇ ઊભી થશે અને પરિણામે જાહેર સેવા આપનારાઓની કાર્યપ્રવૃત્તિઓમાં સુધારો થશે.

ઇન્ફર્મેશન ટેક્નોલોજી (આઇટી) પ્રોત્સાહન – ભારતભરમાં સૌપ્રથમ વખત સામાજિક ક્ષેત્રની યોજનામાં આટલા મોટાપાયે આઇટી એપ્લિકેશનનો વપરાશ થઇ રહ્યો છે. એટલે સુધી કે લાભાર્થી કુટુંબને બાયોમેટ્રિક એનેબલ્ડ સ્માર્ટ કાર્ડ આપવામાં આવે છે જેમાં તેમની ફિંગરપ્રિન્ટ્સ અને ફોટોગ્રાફ પણ હોય છે. આરએસબીવાય અંતર્ગત નિમાયેલ દરેક હોસ્પિટલ પણ આઇટી સક્ષમ હોય છે અને જિલ્લા સ્તરે મૂકવામાં આવેલ સર્વર સાથે જોડાયેલ હોય છે. આના કારણે સમયાંત્તરે સેવાના ઉપયોગની માહિતી સારી રીતે અને ખાતરીપૂર્વક મળી રહી છે.

સલામત અને ભૂલચૂકની તક નહી – બાયોમેટ્રિક એનેબલ્ડ સ્માર્ટકાર્ડ અને કી મેનેજમેન્ટ સિસ્ટમ આ યોજનાને સલામત અને ભૂલચૂક રહિત બનાવે છે. આરએસબીવાયની કી મેનેજમેન્ટ સિસ્ટમ કાર્ડ સાચા લાભાર્થીને પહોંચે તેની ખાતરી કરે છે અને તેના દ્વારા સ્માર્ટકાર્ડની ફાળવણી અને વપરાશ બાબતે જવાબદાર રહે છે. બાયોમેટ્રિક એનેબલ્ડ સ્માર્ટ કાર્ડથી માત્ર સાચા લાભાર્થી એનો ઉપયોગ કરે તેની ખાતરી કરવામાં આવે છે.

સુવાહ્યતા (પોર્ટેબિલીટી) – આરએસબીવાયની મુખ્ય લાક્ષણિકતા એ છે કે લાભાર્થી જેણે કોઇ એક જિલ્લામાંથી નોંધણી કરી હોય તે ભારતભરમાં આરએસબીવાય યોજના અંતર્ગત નિમાયેલ હોસ્પિટલમાં પોતાનું સ્માર્ટકાર્ડ વાપરી શકશે. આ લાક્ષણિકતા યોજનાને તદ્દન અલાયદી અને વિશેષ બનાવે છે. કારણકે ગરીબી કુટુંબો એક સ્થળેથી બીજા સ્થળે રોજગાર માટે સ્થળાંત્તર કરતા હોય છે. કાર્ડને એવી રીતે પણ વહેંચવામાં આવે છે જેથી સ્થળાંત્તરિત કામદારો તેમની સાથે પોતાના પુરતુ કવરેજ પોતાની સાથે રાખી શકે.

કેશ લેસ (રોકડ વગર) અને પેપર લેસ (કાગળ વગર) વ્યવહાર – આરએસબીવાયના લાભાર્થીને કોઇપણ નિમાયેલ હોસ્પિટલ્સમાં રોકડ રકમ વગર લાભ મળી શકે છે. તેણે માત્ર પોતાનુ સ્માર્ટકાર્ડ સાથે રાખવાનુ રહે છે અને તેના ફિંગર પ્રિન્ટ્સ (આંગળીના નિશાન) દ્વારા તેની ખાતરી આપવાની રહે છે. ભાગીદાર હોસ્પિટલો માટે પણ આ કાગળ રહિત યોજના છે કારણ કે તેમણે વીમા કંપનીને સારવાર સંબંધિત કાગળો મોકલવાના રહેતા નથી. તેમણે વીમા કંપનીને ઓનલાઇન ક્લેમ (દાવો) કરવાનો રહે છે અને તેમને ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફર દ્વારા ચૂકવણુ કરવામાં આવે છે.

સઘન દેખરેખ અને મૂલ્યાંકન – આરએસબીવાય એક સઘન દેખરેખ અને મૂલ્યાંકન વ્યવસ્થા તરીકે ઊભરી રહી છે. ડેટા મેનેજમેન્ટ સિસ્ટમ વિગતવાર એવી રીતે તૈયાર કરવામાં આવી રહી છે કે તેનાથી ભારતભરમાં થતાં વ્યવહારોની માહિતી મેળવી શકાય અને સમયાંત્તરે મૂલ્યાંકન સાથે રિપોર્ટ પણ મેળવી શકાય. સરકાર દ્વારા એકત્ર કરવામાં આવેલ પ્રાથમિક માહતી અને જેને જાહેર કરવામાં આવી હોય તે માહિતીથી યોજનામાં મધ્યમગાળાની સુધારણા કરવામાં મદદ મળશે. માહિતી અને રિપોર્ટના વિતરણ દ્વારા વીમા કંપનીઓનો ટેન્ડરની પ્રક્રિયાને વધુ હરીફાઇયુક્ત બનાવવામાં યોગદાન મળશે.